સબંધ ભનાયળા,રખળા કે સાચવેજા ઈ કોઈ કલા નાય પણ સબંધ સાચવળા ઈ પાંજી જરૂરિયાત આય,સૃષ્ટિ જે જન્મ પોય માડુ કદે પણ એકલો નતો રે,અનકે કોઈક ને કોઈક માડુ જે સહકાર જી જરૂર પેજતિ,સુખ-દુઃખ વેચેલાય, પનજી સુરક્ષા લાય,સમય પસાર કરેલાય,અમુક જરૂરિયાત પુરી કરેલાય પાંકે બ માડુ જી જરૂર પેજતી અને એટલે જ માડું વચ્ચે સંબંધ બંધાજેતા,પણ હી સંબંધો જો મૂળ કોરો આય??વિશ્વાસ, આદર અને ઍકડે બે પ્રત્યે પ્રેમ-ભાવ.હનમેનું કોઈ પણ પરિબળ મેં જરાય ઘટાડો અચે તદે સંબંધ બગડે જી શરૂઆત થિયેતી,પાંજી હંમેશા કોશિશ રેતિ કે, પાંકે દરેક સંબંધ મેનુ વધારે ને વધારે સોખ મલે ને ઓછે મેં ઓછો દોખ મલે,પણ દુનિયા મેં કોઈ એડો સંબંધ નાય જી પાંકે ખાલી સોખ દઈ સકે,માં-બાપ પણ જાણે અજાણૅ એંજે છોકરે કે દોખ.દે જ તા,પણ પાં ક્ડે ઈ સમજે જી કોશિશ કઈ આય ખરી કે પાંજે કારણે કોલાય બે માડુ કે દોખ પોચેતો??ત સૌથી પેલો કારણ આય,વિચાર જો મતભેદ.ગણે વાર બઉ મજબૂત સંબંધ પણ વિચાર જે અલગ હોય જે કારણે ટોટી વનેતા,કોલાય પાં એકડે બે જે વિચાર જો સન્માન નતા કરી સકો??ત એંજો કારણ આય પાંજો અભિમાન.જો પાં સામે વાળે માડુ જે વિચાર જો સન્માન ન કરો ત વિચાર જો મતભેદ ઓભો થિયેતો અને કંકાસ વધે થી સંબંધ ટોટી પેતો,એન્જો નિવારણ ઈ આય કે પાંકે હમેશા સામે વાળે જે વિચાર જો સન્માન કરનું ખપે,જો સામે વાડો માડુ ખોટો હોય ત અનકે પ્રેમ થી સમજાયનો ખપે,ઝગડા કરે થી કોઈ કે કિન નાય મલી વનેવારો.
(more…)