Kutchi Maadu Rotating Header Image

Posts under ‘कच्छी लेख’

ક્ચ્છીભાષા નૅટજે નજારે

(કચ્છી લેખકકેં લા કરે સારો મોકો : કવિ લાલજી મેવાડા “સ્વપ્ન” જો ઈમેલ થી અચેલ લેખ )
॥ ॐ ॥

“ક્ચ્છીભાષા નૅટજે નજારે” [KBNN] અંતર્ગત આધુનિક જમાનેકે ખ્યાલમેં રખંધે કચ્છીભાષાનેં કચ્છીભાષામેં સર્જન કરીંધલ કવિ-લેખકેંજો સર્જન ધુનીયાંજે છે તૈં પુજાયલા અસીં કચ્છીભાષાજે સર્જકેંજે સર્જનલા વ્યક્તિગત “બ્લૉગ” ભનાય ડીંધાસીં. જુકો કો પણ ઈનકે નૅટતેં નૅરે સગ઼ંધા, તીં તેં મેથે “કૉમેન્ટ” (ચર્ચા) પ કરે સગ઼ંધા, નેં સર્જક પણ નૅટજે માધ્યમસેં તેંકે જભાભ વારે સગ઼ંધા તીં ઉનજો “બ્લૉગ” પ નૅરે સગ઼ંધા.

હી પરસ્પર કવિતા-લેખ જ્યૂં ગ઼ાલીયૂં ભાષાજે પેટારકે પુખતો નેં મુગ઼તો ભનાઈંન્યૂં, તીં કચ્છીભાષાજે સર્જકેં જે વિકાસજે વેંણમેં ગતિ અચીંધી ત અસાંજો હેતુ પાર પ્યો લેખાંધો.

“બ્લૉગ” કીં ન્યારણૂં ? નં બુજંધલ ભાવર ભેંણેંકે અસીં ડિસ વતાઈંધાસીં તીં તિતરો ટૅમ ક તેંનૂં વધૂ ટૅમ અસીં ઇનજો સંચાલન કરીંધા રોંધાસીં, મેડ઼ે મેડ઼ે (સગ઼વડ઼ે) પંજ ડૉ સર્જકેં કે ભેરા કરે ઉનીં મિણીકે બ્લૉગ વતાઈંધાસીં, નેં તેં મથે મિણીં ભેરી ચર્ચા પ કંધાસીં. સર્જક કે નીચેં ડિનલ બ ઠેકાંણેં મિંજા કો પ હિકડ઼ે સિરનામેં તેં પિંઢજો સર્જન હલાય ડીંણૂં પોંધો. હી માત્ર કચ્છીભાષાજી સેવાજો માધ્યમ હૂંધે કો પ જાતજો ચાર્જ સ્વીકારેમેં ક ગ઼િનેમેં નઈં અચે.

૧. હિક કાર્યક્ર્મજા સભ્ય માત્ર કચ્છીભાષામેં સર્જન કરીંધલ જ થિઇ સગ઼ંધા.

૨. સર્જક જ્યૂં ત્રૅ કવિતાઊં – [જેંમેં હિકડ઼ી છાંદસ ઉપરીયાંત ગીત ક અછાંદસ મેં ભનલ કો પ બ રઅનાઊં હૂંણીંયૂં ખપેં]

૩. હિકડ઼ી વાર્તા ક નિબંધ – આંજો સર્જન હથેં લિખલ ત્રૅ પનાં ક ટાઇપ કરૅલા એ ફૉર સાઇઝ જે બ પનેંનૂં જિજો નં હૂંણૂં ખપે, પ્રકાશિત તીં અપ્રકાશિત સાહિત્ય કે પ સ્થાન મિલંધો]

૪. સર્જક કે હિકડ઼ો – [પિંઢજો) પુસ્તક હલાયણૂં, જુકો પાછો નૈં મિલી સગ઼ે. [અસીં ચોં તૅર.]

૫. સંપૂર્ણ ‘બાયોડૅટા’ [ઓરખપત્રક]

૬. સર્જકજો ફોટો [પાસપોર્ટ સાઇઝ]

બાયોડૅટા – ૧. પૂરો નાં અટક સોંત.

૨. બાઇજો નાં.

૩. ઉપનામ. [વે ત]

૪. જન્મ તારીખ.

૫. અભ્યાસ.

૬. મૂર ગામ.

૭. છૉક [હૉબી]

૮. હૅરજો સિરનામૂં [પીન કોડ સોંત]

૯. લેન્ડ લાઇન/મૉબાઇલ નિમર.

૧૦. ઇ-મૅઇલ [વે ત] નિકાં [નીચેં] ઇ મૅઇલજે ખાનેંતેં આંકે કિન નાલેજો [ઇ-મેઇલ-આઇ-ડી] ભનાયણૂં આય તેંજો સૂચન [બ નૂં ત્રૅ નાલા સૂચન કેંણાં]

૧…………………………………૨………………………………૩……………………………….

૧૧. પ્રકાશિત પુસ્તક [સાહિત્ય પ્રકાર તીં પ્રકાશન વરેં સોંત]

૧………………………………………………૨……………………………………………………

૩………………………………………………૪……………………………………………………

[ક તેંનૂં વધૂ વેં ત બે કાગ઼રમેં લિખી હલાયણૂં]

૧૨. પુસ્તકકે મિલલ ઍવૉર્ડ તીં વરેં………………………………………………………………..

જિજી જાણકારીલા – રવિ પેથાણી “તિમિર” ૯૭૨૮૬ ૧૦૨૮૭

લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૧૪૧૭ ૭૭૫૯૦ (૦) ૯૭૪૩૦ ૩૫૧૩૩

કાગ઼ર વૅવાર – રવિ પેથાણી “તિમિર” ‘અક્ષર’ ૪, શ્રીજી નગર, અરિયંત નગર રોડ, ભુજ કચ્છ, પીન-૩૭૦ ૦૦૧

LALJI MEVADA – [હી સિરનામૂં અંગ્રેજીમેં કેંણૂં]

(#16/8-1-Gouri Nanjesvara Nilaya : “G” Cross : Avalhalli Main Road : Byataranapura : New Extension : Mysore Road-BANGALORE-560 026)

eid. [ઇ-મૅઇલ આઇ ડી – એકાઉન્ટ ઑપન કરેલાજરૂરી, જેંમેં વર્ડપ્રેસજા કિતરાક મૅસેજ અચેં]

બ્લૉગ – (દા.ત.)www.http://laljimevadaswapna.wordpress.com

બ્લૉગ- www.http://……………………..[જિકીં રખણૂં સે]……………………….wordpress.com

યૂઝર્સ નેઇમ- આંજો નાં.

પાસવર્ડ – (જિકીં વેં સે)

(more…)

ઠારઈ નં ઠારઈ !

[ગજ઼્લ]

સિરઈ જૉઆંણૈ હરેં ચૂપ માર મૂં સારઈ નં સારઈ,
“વિઞાતી” જિંધગી ચૅ મૂં અઞા સારઈ નં સારઈ.

હુવે કો ફાસ ગાડી તૂં પ્રભુ ! ઍડ઼ો લગ઼ેતો,
નિંઢેજી અવડસા કેં તેં કડેં ન્યારઈ નં ન્યારઈ.

સુકી વ્યા બીડ઼ જા નેં પધ્ધર જા ઘા મિડ઼ૅ નીરા.
ઉમેધેંજી ગ઼િધી ધ્રૉસઠ અસીં ચારઈ નં ચારઈ.

મડ઼્ધ જૅડ઼ે મડ઼્ધ જી અખ મિંજા રૂંગો સિરી પ્યો,
વતનજી જાધ ધિલડ઼ેમેં અઞા આવઈ નં આવઈ.

વડી કાલર હુવે ઍડ઼ી “તિમિર” હાલત અસાંજી,
ધુખી પિઈ બે કુરા હિકડ઼ે કુરા ઠારઈ નં ઠારઈ.

[બંધ-લગાગાગા, લગાગાગા,લગાગાગા,લગાગા.]
: રવિ પેથાણી “તિમિર”

आँउ चाँउ : रांध फिटूस

हरिहर
आँउ चाँउ :रांध फिटूस

आँउ: ’भा चाँउ, हि पांजी कच्छी भासा आय बोरी मुडसाईवारी भला’.
चाँउ: ’से त आय प तोके अञ किं खबर पिई’?
आँउ: ’यार, ईं चें त मिडे ता पण सच्ची खबर त अञ पिई’.
चाँउ: ’यार, गारा म चब मंढीने गाल कर’.
आँउ: ’एडो थियो क अञ आँउ मेळावे लाय अचिंधो हो सें तडें हिकडो माडु ओछतो रस्ते विच्च्में छणीने प्यो ने मरी व्यो’.
चाँउ: ’अडे, तो अईंए ज एडो ’भोराळो’ के जेडां विञें तेडांनु मोकाणजा समाचार खणी अचें तो.
पोय कुरो थ्यो? मुडधेके मसाणमें पोजायां क न’?
आँउ: ’न भा, तेस तईं त हिकडा बापा आया ने च्यों क धुनियामें केडा केडा ’विसध्ध’ माडु प्या
अईं.जीवधे त नतो आवडे प मरणुं केडां ईए खबर नती पे. भर रस्तेजे विच्चमें प्या मरें’.
चाँउ: ’पोय’?
आँउ: ’पोय बापाजो दखाडो सुणीने मुड्धो त धिरजीने उभो थ्यो ने चें, बापा माफ कजा भला, भुल थिई वई बापा, ईं चईने मुडधो उथीने बई बाजु रस्ते नीचे विञीं ने सुमी रयो’.

(more…)

आँउ चाँउ : हडताल मारें विधें

हरि बोल
आँउ चाँउ : हडताल मारें विधें

चाँउ: ’को भा आँउ अञ तोजी हिकडी भाझार भंध आय? अखते ही केडो कारो दाबलो बधे आय’?
आँउ: ’ही मिडे बेंकवारेजा ’दो’ अईं’.
चाँउ: ’को तो बेंकवारेसें मारामारी के’?
आँउ: ’न न, गाल एडी नाय प ईन पुठीयाँ वडी ”अंधरजी आखाणी’’ थिई विई’.
चाँउ: ’त भले सुणाय तोजे ध्ररधजी आखाणी’.
आँउ: ’यार आँउ दाकतर वटें मोतीएजो ’उपरेश’ करायला व्यओ हो सें’.
चाँउ: ’अडे तुं केडो ढंगधडे विगरजो माडु अईंएं. ईन गालमें विचाडो दाकतर केडां आयो’?
आँउ: ’या पूरी गाल त करे लाय दे. तुं तकडो बोरो भला’.
चाँउ: ’भले चो वेलो’.
आँउ: ’दाकतर चें ५०००/- थींधा. से आँउ कभूल क्या. त साहेब च्यों रोकडा दे. प आँउ त कितरा थिंधा ई खबर न हुई एतरे चेक खणी व्यो हो सें. से साहेबके दिनुं. पण साहेब
चें क चेक पास थिये पोय उपरेशन करींधोसें. चेक रखी विञ, २ दिं पोय अचीज. तेस
तईं तोजो चेक पाचो न आयो त पास थिई व्यो ईं समजी तोजो उपरेशन कंधासीं.
हाणे २ दि पोय आँउ उपरेशन ला व्योसें.

सहेब मुंके बांकडेते सुमारे ने मोंते ढक बधीने मिशीन मिशिन लगायों.
पंज दो मिलिटमें त मिडे पती व्यो. साहेब नईं अख लगाए दिनो.
ने साहेब मिडे समजायों विठे क ही ही धवा लगायजी, मेंणुं दिं न नायजो अखते
पाणी न पे से ध्यान रखेजो’.

(more…)

आउँ चाँउ – हाणे त हध थियेती

आउँचाँउ-हाणे त हध थियेती.
आँउ: ’भा चाँउँ, यार हाणे त हध थिएती भला’.
चाँउँ: ’को वरी कुरो थ्यो’?
आँउ: ’यार पाँ उन दिं काग मथे गाल्युं कंधा हुआसीं न से मुँके लगेतो ’कच्छी माडु’वारा सुणी व्या ने पिंढजी साईटते ’काग’ वाणीजे नाले छापे छद्यों. ई त हध थई वई भला’.
चाँउँ: ’चेंता भीतीएंके प कन हुएं ता’.
आँउ: ’हा ई गाल त सच्ची प हेडां त वडजो ओटो आय भीत्युँ केडां अईं? मुँके लगेतो ई म़डे कागडेजा कम अईं. विञींने पियुष के चई आयो. कागडो केंके चोवाजे’?
चाँउँ: ’हा पण तेंजो कुरो? तुं कुलाय एतरो हूशरो करीएंतो’?
आँउ: मुंके लगेतो काग वाणी जो ई लेख दिग्विजयसिंह वांचेने कागवारे विनोद रायते हुमलो क्यों, एडा समाचार अञ झी टी.वी. ते सुआ. यार विनोद राय गमे एडो माडु हुए, लोकशाईमें एडी मारकुट केंणी दिग्विजयसिंह जेडे दिग्गज माडुके शोभे नती’.

(more…)

આંઉચાંઉ – ભડક મામા

હરિ ૐ હરિ
આંઉચાંઉ-ભડક મામા
આંઉ ને ચાંઉજો રોજજો મેળાવો વડજે ઓટેતે હુએ જ.
હિકડે કાગડેજી ત બેઠક જ વડજો થુડ.
દૂકારજી તિખજો માર્યો વિચાડો ગદોડો પણ વડજા છણલ પન ખાધેલાય અચે.
કાગડો અને ગદોડો પણ આંઉ ને ચાંઉજી ગાલ્યું સુણેજા ’ટેસડા’ ગિનધે ગિનધે ધોસ્ત
જેડા થઈ વ્યા. હિકડે બેં વિગર ન હલે.
હલો ત સુણોં અઞજી ગાલ્યું.
આંઉ: ’યાર ચાંઉ, રાષ્ટ્રપતિજી ચૂટણીમેં ન ઉભો ર઼ઈને આંઉ વડી ભુલ કરી વ્યોસેં.’
ચાંઉ: ’રાત ગઈ બાત ગઈ. ગાભો ધાઈ વ્યો તડેં હાણે રૂંઘા કો રૂએં તો?’
આંઉ: ”રૂંઘા રૂએવારો આંઉ ન હુઆં. આંઉ વિચાર કરીયાં તો ક મથે અમેરીકાજે પ્રમુખજી
ચૂંટણી અચેતી ઈનમેં ઉભો રાં’.
ચાંઉ: ’અડે ઠલાઠિકરા, કેડાં બરાક ઓબમા ને કેડાં તું “ભડક મામા”?’
આંઉ: ’ એઈ, મોં સંભારીને બોલ. ઈં કો મુંજો નાલો ફિટાઈએંતો’?
ચાંઉ: ’તડેં કુરો, ખાલી વા’ મેં ન છોડ. તું ત એડોજ અઈંએ. ક કેર વમ ભરેને વા’ છોડે
ત પણ ભડકીને બાયડી પુઠીઆં લિકિ રેં તો એડો મામા અઈંએ. એતરે તોજો
નાલો “ભડક મામા” ભરાભર લગે તો’.

(more…)

ક્યા ખોયા, ક્યા પાયા?

હરિ ૐ
ક્યા ખોયા, ક્યા પાયા?
કચ્છી ભાવરેંકે રામ રામ.
અઞ (૨૮.૦૮.૧૨) ટી.વી. તે હિકડે પ્રોગ્રામમેં વતાયોં તે ક પાં મોબાઈલ વાપરીયુંતા ઈન પુઠીયાં કેતરો રેડીએશન નિકરેતો અને આજુબાજુજી હવામેં ફેલાજેતો.. સાદી ભાષામેં રેડીએશન એતરે હિકડી જાતજા ગુઝા ઝેરી કિરણ જુકો દિસજેં ત નતા પણ વાતાવરણકે ઝેરી કરીએંતા.ઈન રેડીએશનજી અસર માડુએં તે, ચોપે ચેંડેં તે, પશુ પખિએં તે કેડી પે તી ઈન બાબત અસીં બિલ્કુલ સુજાગ નઈઉં. ઘણે જાતજાતજા પશુ પખિ ત દિસજેં જ ન તા. અમુક જાતું ત નાબૂદ જ થઈ વ્યું અઈં ઈનજી ’ભધ’ વિજ્ઞાની મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવરેં તે વિજેં તા.

મોબાઈલજો વધારે વપરાશ, માડુજે મગજકે, માડુજે હાર્ટકે, પ્રજનન શક્તિકે પણ ગચ નુક્શાન કરેતો. આંકે ખબર આય કે પાંજો હૃદય ડાબી બાજુ હુએ તો અને પાંજે ખમીસજો ગુંજો પન ડાબી બાજુ હુએ તો અને પાં જડે ખીસ્સેમેં મોબાઈલ રખોં તા અને ફોન અચે તડેં ઈ ઝેરી કિરણ પાંજે હાર્ટ કે ગુઝો નુકશાન કરીએં તા?.માડુ મોબાઈલ પેન્ટજે ગુંજેમેં રખે ત એડા ઝેરી કિરણ પ્રજનન ક્ષમતાકે પ નુક્શાન કરીએં તા. વરી, ફોન કરે ટાણે ફોન કન વટેં રખણું જ પે (અગર કનમેં ખોસેજા અલગ વાયર ન હુએં તે) જુકો પણ મગજજે કોષેં કે બોરો નુકશાન કરીએં તા. મગજમેં અંદાજે ૧૦૦ અબજ કોષ હુએં તા એડો બૂઝણ ચેં તા. ત આંઈ સમજી સગધા ક નુકશાની પણ કેતરી વડી થઈ સગેતી.

ખેર મૂર મૂધેજી ગાલ ઈ આય ક વિજ્ઞાનજી શોધેં પાંકે કુરો દિનોં અઈંનો અને તેંજે ભધલે પાં વટાં કુરો કુરો ઝટે ગડોં અઈંનો. ઈન ગાલ લાય થોડા વરેં પુઠીયાં હલી ને નેરણું પોંધો. કડેં ક અસાંકે ’સિજ’ ઉગે પેહેલાં ઝીરકલીએં જા કિલબિલાટ ક મુર્ઘેજી બાંગ, કોયલજા મિઠા ટહૂકા ક રંગબેરંગી પતંગીએંજો ફૂર્ફૂરાહટ, મિંધેરેજેં વે’લી સવાર પહેલાંજી મંગલા આરતીજો પવિત્ર ઘંટારવ, ખેડુ માડુ જુત જોડીને ગડો ખણી ખેતરતેં વેંધા હુએં તેજે ઢગેંજે ગલેમેં બધલ ઘંટણીએંજો સુરીલો રણકાર, ખેડુ માડુજી ઢગેંકે હુભવારે બૂચકાર અને એડા મિડે શના શના ’હુશરા’ અસાંકે સુભુજો ઉથ્યારીંધા હુઆ ઈ મજા કેં ઝટે ગિડેં? જવાબ ગિને પહેલા અઞાં આગળ નેર્યું.

(more…)

“કાગ” વાણી

હરિ ૐ
“કાગ” વાણી
આંઉ: ’ભા ચાંઉ, અઞ કાલ સૂણોં પ્યા ક કાગ ખણખોધ કરેને ચે પ્યઓ ક સરકાર કોયલેજી ખાણેજી ખણખોધ કરેલાય કંત્રાટ દઈને દેશકે બ લખ કરોડજો ધૂંભો હણી છડેં ને’.

ચાંઉ: ’કેર કાગ? સામે વડજે થુડતે વિઠો આય સે કાગડો?’ ચાંઉ ગુઝો સવાઅલ કેં.

આંઉ: ’ન, ન, જેંકે ઈંગરેજીમેં CAG ચેંતા સે?’

ચાંઉ: ’સુદ્દ્ધમાઠા તડેં ’કેગ નતો ચેં?’ તોજી ઈંગરેજી બોરી કચ્ચી આય’.

આંઉ: ’અડે યાર, સે કભુલ પણ ઈંગરેજ પિંઢ પણ કેડાં સચ્ચી ઈંગરેજી બોલી સગેંતા?’
કડેં કેડા ઉચ્ચાર કરીએં પ્યા કડે કેડા.’
’હા, પણ ભા ચાંઉ, તું ગાલ મ ભધલાય. ગાલ દેશજા બ કરોડ “ચાંઉ” થિઈ વ્યા તેંજી આય’.

ચાંઉ: બ ન પણ ઈનમેં તું પણ ચોદો હજાર કરોડ કો ગૂચાઈંએ તો?’

(more…)

માફ કરીજા

હરિ ૐ
માફ કરીજા
’છાભાશ મડઈકે’ લેખ કચ્છી માડુ તે પ્રગટ થ્યો તેંજે પ્રતિભાવમેં કિતરાક મેલ મ્લ્યા અઈં. તેં મિણીજી વ્યક્તિગત ચર્ચા કરે કના તેં મિણીજો સાર ભેરો કરેને કિંક ચોં ત ’માફ કરીજા’ એડેં શબ્દેમેં નીચે દિનલ સુધારા વધારા થીએં. હિકડે વાંચક ચ્યોં ક, એરપોર્ટજો નાલો ત ઘણે યોગ્ય જ આય પણ તેંમેં ’આંતરરાષ્ટ્રીય’ શબ્દ કો ન આયો? આભાર વાંચક ભા આંજી ચકોર અખજો, જેં લાય ચોથાણી સાહેબ હેતરા વરેંથી ’ચૂરફૂર’ હલાઈએં તા ઈ શબ્દ ત લિખેજો જ રઈ વ્યો. એડી વડી ચૂક લાય અસાંકે ’માફ કરીજા’ . બેં ભા ત ખિલજી ધિલ થીએ એડો મસ્તીખોર ઈશારો ક્યોં ક આંઈ ’પિચ્છી’ શબ્દ વાવર્યાં પ ઈની કલાકારેં વટેં પ પિચ્છી જ નાય પ ’ઠુઠીયો’ આય જુકો કારે રંગમેં બોડેને પ્રજા કે વતાઈ દિએંતા..

હા, એડી સચ્ચાઈ નેરે ન સગ્યાસીં ઈન બધલ માફી મગોં તા.હિકડા ભા ત આગળ વધી ને ધારદાર સવાલ પૂછ્યોં ક, ’ક્ચ્છ કેરાલામેં હુએ ક કેરાલા કચ્છમેં હુએ ત કેડો ખાસો?’ હી મિડે મથાકૂટી મિટી વંઞે. એડે અટપટે ને વિચિત્ર સવાલજી પે’લી લિટી વાંચીને થોડો નાસમજ અને અજુગતો ત લગો પણ બ્યી લિટી વાંચઈ. તેંમેં ઈની ચ્યોં ક એડો હુએ ત ’કચ્છકે હેતરે તઈં પંજ સત આંતરરાષ્ટીય એરપોર્ટ મિલી વ્યા હુએં’ પણ અસીં એતરો લમું ન વિચારે સગ્યાસીં ઈન બધલ પ અસાંકે માફ કજા..
ચોથાણી સહેબ પણ મેલ કરેને ચ્યોં ક કેરાલા કે ૬ (છ) આંતરરાષ્ટીય એરપોર્ટ મલ્યા ચૂક્યા અઈં.

(more…)

છાભાશ મડઈકે

હરિ ૐ
છાભાશ મડઈકે
“કચ્છી માડુ”જે ૨૦.૦૮-૧૨ જે અંકમેં ’અંધરજી આખાણી વાંચીને ઓમાન વારા મડઈજા શ્રી ચંદ્રકાંત ચોથાણી જુકો ભુજ કે આંતરરાષ્ટ્રીય એરર્પોર્ટ અને ઓમન-ભુજ ડાયરેક્ટ ફલાઈટજી ચૂરફૂરજા (ચળવળ -movement, કચ્છીમેં ચૂરફૂર શ્બ્દ ભરાભર આય? નહોય ત બ્યો શબ્દ ચોજા અને તેસ તંઈં ચૂરફૂર કે ચળવળ જે અર્થમેં વાંચીજા) પ્રણેતા અને મુખ્ય સૂત્રધાર અઈં તેંજો મેલ આયો.
લેખકે ધાધ દિઈને ચ્યોં ક અસાં ઈ ચૂરફૂર ૧૦ વરેં ન પણ ૧૫ વરેંથી હલાઈયુંતા અને ઈનમેં બ્યા કેડે વડેં વડે કચ્છી માડુએં પણ તન, મન ધન અને સમય જો ભોગ દઈને સહકાર દિનો અઈંનો અને કેડેં કેડેં વડે રાજકારણીએકે વિચ્ચમેં રખીને કમ કઢાયજી અથક-અવિરત કોશિશ ક્યોં અઈંનો.

તેમેં થોડે વડાભાએં જા નાલા, અટલબિહારી વાજપેઈ, મનમોહન સિંઘ, પ્રફુલ્લ પટેલ, વયલાર રવિ, સલમાન ખુરશીદ, નરેન્દ્ર મોદી, કચ્છી માડુ દિનેશ ત્રિવેદિ, કચ્છજા જમાઈ સામ પિત્રોડા, સાંસદ પૂનમબેન જાટ. પુષ્પદાન ગઢવી, જયંતીભાઈ ભનુશાલી, વાસણભાઈ આહીર, રાજીવ પ્રતાપ રૂડ્ડી, જગદીશ ટાઈટલર વિ. રાજકારણી અઈંએં.૫૦૦૦ પંજ હજાર સહીઉં ભેરીયું કરેને આવેદન પત્ર સરકારકે દઈ ચુક્યા અઈંએં. જેમેં ઓમાનજી વડીઉં હસ્તીઉં, જેડા કર શેઠ શ્રી કનકસિંહ ખીમજી, (જેંકે હિકડેં કે ઓમાનજે રાજા ’શેખ’જી ઉચ્ચ પદવી દિને અઈંને, જેડી કર ઈંગ્લેન્ડમેં lord જેડી પદવી), શ્રી અનિલ ખીમજી, શ્રી કિરણ આશર,
શ્રી કૈલાશભાઈ શાહ,(મિડે મડઈજા સુપૂત્ર) ઓમાનમેં ભારતજા વખત વખતજા અવનવા રાજદૂત અને બ્યા ગચ. ઈની મિણી કેડા કેડા લો જા ચણા ચબ્યોં અઈંનો તેંજી વ્યથા ઈનીજો ધિલ જ બુઝેતો.

(more…)