Jai Shree Krishna made Kutchi maadu.
Aai look made anji family ji details online register karo on www.globalbhatias.org
Aai made hakde be ke website through contact kari sagdha. Registration free aye
Please register karo ne panja globally spread kutchi maadu jo information directory mein maldho
સુજ્ઞ શ્રી ભાટિયા જ્ઞાતિ જનો ….
જય શ્રીકૃષ્ણ………
અમને જણાવતા આનંદ થાય છે આપણી જ્ઞાતિ ની નવી વેબસાઈટ ની શરૂઆત કરાઈ છે .પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ શરુ કરી છે.
જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાનીના વરદ હસ્તે કર્યું …. ….તો આવો એકબીજા ને જોડતો અને જ્ઞાતિજનો વચ્ચે એકત્વ સાધતો આ વેબ સાઈટ નો સેતુબંધ ..અમે આનંદસહીત આપની વચ્ચે મુકીએ છીએ ….જ્ઞાતિ ના સમાચાર , ટ્રસ્ટો અને મંડળો ની વિવિધ પ્રવૃત્તિ ઓ ના સમાચાર, વિગતો આ વેબસાઈટ પરથી જાણી શકાશે …આ સિવાય જ્ઞાતિ ના કાર્યક્રમો ના ફોટા…કુળદેવી માતાજી ની આરતી – ભગવાન ની સ્તુતિ ઓ …માં અંબિકા ની આરતી …આવી તમામ ધાર્મિક માહિતી, વિડીઓ,ફોટા ઓ આ વેબ સાઈટ પરથી પ્રાપ્ય બનશે .
આપના ધ્યાન માં હોય એવી સ્તુતિઓ , જુના જ્ઞાતિ ને લગતા ફોટા ઓ , માહિતી ઓ ….જ્ઞાતિજનો એ જ્ઞાતિ ને આનંદ અને ગર્વ કરાવે એવા સમાચારો ટ્રસ્ટી મંડળ ને પહોંચતા કરશો …..
આજના આધુનિક યુગ માં આપણા સમાજ ની સમગ્ર વિશ્વને આપણી ઓળખ કરાવવા આપણા જ્ઞાતિ ની વિકાસ ની ગતિ ને વાચા આપવા તેમજ આપણા સમાજ ની વિવિધ માહિતીઓ ,પ્રવૃતિઓ,રીત-રીવાજો નું આદાન-પ્રદાન કરવા અને સામાજિક,આર્થીકઅને શૈક્ષણિક વિકાસ સાધવા ના પ્રયાસ રૂપે વિશ્વ ની સૌથી આધુનિક ટેકનોલોજી એવી ઇન્ટરનેટ દ્વારા ભાટિયા જ્ઞાતિ – સમાજ ની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શુભશરૂઆત કરી અમે અત્રે ભાવ વિભોર બન્યા છીએ. આતો શરૂઆત નું પહેલું પગથીયું છે.સામાજિક , શૈક્ષણિક અને આર્થીક વિકાસ માટે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે,અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી સમાજ માં સામાજિક,આર્થીક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ધ્યેય ને હાંસલ કરી શકીશું.આમ આપણા સૌ ના સહિયારા પ્રયાસ થી આપણા જ્ઞાતિ – સમાજ ને પ્રગતિ અને વિકાસ ના પંથે લઇ જઈશું. એવી અભિલાષા.
આ વેબ સાઈટ દ્વ્રારા તમે આપણા સમાજ ના કોઈ પણ જ્ઞાતિ બંધુ ની માહિતી ઇંટરનેટ નામાધ્યમ થી દુનિયા ના કોઈપણ ખૂણે થી મેળવી શકશો. સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજ ના ભાઈઓ અને બહેનો નું અમારી આ વેબસાઈટ માં સ્વાગત કરતા ખુબ આનદ થાય છે.
* સમગ્ર ભાટિયા જ્ઞાતિ – સમાજ આજે આર્થીક, સામાજિક,અને શૈક્ષણિક રીતે નોંધ પાત્ર વિકાસ પામેલો સમાજ છે.સમાજ ની પ્રાચીન અને અર્વાચીન અસ્મિતાઓ ને ઉજાગર કરાવી સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપવું. બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, તથા સમાજ ની મહાન વિભૂતિઓતથા દેશ પરદેશ વસેલા જ્ઞાતિજનો થી બધાને પરિચય કરાવવાનો અને સમાજ ને જોડવા નો આઓ ચાલો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ.
જે કોઈ મિત્રો વડીલો પાસે આના વિષે ની માહિતી હોય તે અમોને મોકલી આપો. તમારા અંગત કે સામાજિક પ્રંસગે પાડેલ ફોટાઓ અને વિડીઓ પણ મોકલી શકો છો. આપના તરફથી મળેલ માહિતી અમો વેબ સાઈટ ઉપર મૂકી અમે સમગ્ર વિશ્વ માં આપણા અને અન્ય સમાજ ને એનો પરિચય કરાવીશું.
* આ વેબ સાઈટ દ્વારા સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજને એક તાતણે બાંધી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ છે.
* વેબ સાઈટ સાથે લીંક સ્થાપી બહાર વસતા જ્ઞાતિ ભાઈઓ સાથે સંપર્ક શક્ય બનશે અને સમાજ વિષયક પ્રવુતિઓની જાણકારી પ્રાપ્ત થશે
* જ્ઞાતિ ના યુવક અને યુવતી ની યોગ્ય જીવનસાથી ની પસંદગી અર્થે વેબ સાઈટ ઉપયોગીમાધ્યમ પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને વિધવા અને ત્યકતા બહેનો,અપંગ, બહેરા-મૂંગા અને અંધ યુવક-યુવતીઓ ના જીવન સાથી તરીકે ના લગ્ન માટે પણ આ વેબ સાઈટ ઉપયોગી માધ્યમ બની શકે છે.
* દેશ તેમ જ વિદેશ -વિશ્વભરમાં વસતા જ્ઞાતિ ના ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ ની માહિતી ઉપલબ્ધ થનાર હોઈ સામાજિક કામ માટે સંપર્ક શક્ય બનશે.
* કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપણી જ્ઞાતિને મળતા લાભો અને વિદ્યાર્થીઓ ને મળતી સ્કોલરશીપ અને બીજી બધી સુવિધાઓ ની માહિતી પણ પૂરી પાડી શકાશે.
* સરકાર તરફ થી આપણી જ્ઞાતિ માટે કરવામાં આવેલા ઠરાવો,પરિપત્રો,અરજીપત્રકો,અને ફોર્મસ વગેરે પુરા પાડવામાટે પણ આ વેબસાઈટ ઉપયોગી માધ્યમ પુરવાર થશે.
* ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તા સભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકાશે.
* આર્થીક રીતે નબળા ભાઈઓ માટે આર્થીક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવી બાબતો માટે મદદ ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.
* આપણી સમાજ ને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઈ-મેલ દ્વ્રારા થઇ શકાશે.તથા વિવિધ બાબતો ને સ્પર્શતા પ્રશ્નો નું સંકલન થઇ શકશે. તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શક્ય બનશે.ભાટિયા જ્ઞાતિ ની વેબ સાઈટ માં નામ નોંધાવા વિનંતી. ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com/
– આપનો વિશ્વાસુ – ડોક્ટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા.
( સ્થાપક પ્રમુખ )
Facebook te Kutchi Bhatia community jo page (540 members plus like it )
http://www.facebook.com/Kutchi.Bhatia?sk=wall
“Jumela Halo!”
Kutchi Bhatia Community je itihaas ane Kutchi Bhatia recipes ji saari jankari aay hen lekh men :
http://rushina-mushaw-ghildiyal.blogspot.com/search?q=halo+
For easy access just go to http://www.globalbhatias.org