હરિ ૐ હરિ
આંઉચાંઉ-ભડક મામા
આંઉ ને ચાંઉજો રોજજો મેળાવો વડજે ઓટેતે હુએ જ.
હિકડે કાગડેજી ત બેઠક જ વડજો થુડ.
દૂકારજી તિખજો માર્યો વિચાડો ગદોડો પણ વડજા છણલ પન ખાધેલાય અચે.
કાગડો અને ગદોડો પણ આંઉ ને ચાંઉજી ગાલ્યું સુણેજા ’ટેસડા’ ગિનધે ગિનધે ધોસ્ત
જેડા થઈ વ્યા. હિકડે બેં વિગર ન હલે.
હલો ત સુણોં અઞજી ગાલ્યું.
આંઉ: ’યાર ચાંઉ, રાષ્ટ્રપતિજી ચૂટણીમેં ન ઉભો ર઼ઈને આંઉ વડી ભુલ કરી વ્યોસેં.’
ચાંઉ: ’રાત ગઈ બાત ગઈ. ગાભો ધાઈ વ્યો તડેં હાણે રૂંઘા કો રૂએં તો?’
આંઉ: ”રૂંઘા રૂએવારો આંઉ ન હુઆં. આંઉ વિચાર કરીયાં તો ક મથે અમેરીકાજે પ્રમુખજી
ચૂંટણી અચેતી ઈનમેં ઉભો રાં’.
ચાંઉ: ’અડે ઠલાઠિકરા, કેડાં બરાક ઓબમા ને કેડાં તું “ભડક મામા”?’
આંઉ: ’ એઈ, મોં સંભારીને બોલ. ઈં કો મુંજો નાલો ફિટાઈએંતો’?
ચાંઉ: ’તડેં કુરો, ખાલી વા’ મેં ન છોડ. તું ત એડોજ અઈંએ. ક કેર વમ ભરેને વા’ છોડે
ત પણ ભડકીને બાયડી પુઠીઆં લિકિ રેં તો એડો મામા અઈંએ. એતરે તોજો
નાલો “ભડક મામા” ભરાભર લગે તો’.
Continue reading →